Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2013

વસંત

વસંત

વસંત

Read Full Post »

જૂનું ઘર

જૂનું ઘર..!!
૧૦ સેકંડ, બે મિનીટ… પાંચ મિનીટ…
દિગ્મુઢ અવસ્થામાં ઘરના દરવાજે જ…
અવાક્, અપલક ઉભા રહીને વીતી ગઇ…
બાથરૂમમાંથી જુની પીત્તલની ડોલ બ્હાર ડોકાઇ,
ને તરત પાંચ વરસનો હું મને મળવા આવ્યો…
ટુવાલ વીંટાળીને…ભીનો…દદડતો…માથું ધુણાવીને ટીપાં ઉડાડ્યાં…
ને મમ્મીની વ્હાલી ટપલી માથે પડી…
કે પાછળથી આઠ વરસનો હું મોટું દફ્તર લઇને,
શાળાના ગણવેશમાં સજ્જ, હસતો દોડતો પ્રવેશ્યો…
મારી બેન સાથે ઘરમાં..મને ધક્કો મારીને…
દફ્તરનો ઘા કરીને દોડી ગયો બારીએ…
આકાશના ભુરા, કેસરી, લાલ રંગના ટુકડાને જોવા….
ને ભરી લીધું આખું આકાશ મારા અંદર, એક જ શ્વાસમાં.
પછીતો ૧૦ વર્ષનો તોફાની, ૧૨ વર્ષનો બારકસ,
૧૪ વર્ષનો સ્વમાની ને ૧૬ વર્ષનો હીરો…
મારી સામે અદફ વાળીને ઉભા રહી ગયાં…કતારમાં..
કશું પણ બોલ્યા વિના, કોઇ પ્રશ્નને મનમાં દાટીને…
જાણે કોઇ ગુનાની સજા સુણાવવાના હોય..એવા ભાવ સાથે….
ત્યાં, ૧૮ વર્ષનો હું સમજાવટથી બધાને હાથ ઝાલી લઇ ગયો
ને ૨૦ વર્ષનો યુવાન આવ્યો મારી સમક્ષ…
આંખોમાં સપનાઓ, કૉલેજના જોમ વાળો હું,…સુંદર લાગ્યો મને…
૨૨/૨૪/ ને ૨૬ એ બધા, મારી સામે જોયા વગર જ,
ઘણાં બધા ચોપડાનો ભાર ઉંચકીને ચાલ્યાં ગયાં,
મારા ઘરના દરવાજા પાસે જ મને અટકાવીને આ બધાજ…
મારી આસપાસ આવીને ગોઠવાઇ ગયાં, ચુપચાપ…
મારાથી રહેવાયું નહીં…આંખો ભીની થઇ….પગ ઢીલા પડ્યા,
ઉંચકેલી બૅગ મુકી દિધી…..
દિવાલે વ્હાલથી હાથ ફેરવ્યો ને ભેટી પડ્યો…
મારું ઘર શું હતું… તેની ખબર મને આજે જ પડી…
જૂનું ઘર ખાલી કરતાં કરતાં….બસ દસ મિનીટ પહેલાં જ…
© જયદીપ જવેરી

Read Full Post »